તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 10th August 2026
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલધામમાં દિવ્ય હિંડોળાનો આરંભ : ૧૧ સપ્ટેમ્બર સુધી દર્શન લાભ મળશે : આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ,ચેરમેન ડો સંતવલ્લભ સ્વામી , કોઠારી દેવપ્રકાશ સ્વામી વગેરે વરિષ્ઠ સંતોના હસ્તે ઉદ્ઘાટન
રામ દરબાર, શિવ દરબાર, ગોવર્ધન પર્વત,રાધાકૃષ્ણનો હિંડોળો,નીલકંઠ ગૃહ ત્યાગ, શિવપૂજન,રંગોત્સવ, ગોપાળાનંદ સ્વામી,ગુણાતીતાનંદ સ્વામી મહારાજ, ધોલેરા મંદિર, ભગવાનની સુખ શૈયા, રાસોત્સવ સહિત આ વર્ષે હિંડોળામાં ભગવાનના લીલા ચરિત્રોને ખાસ વણી લેવામાં આવ્યા

રાજકોટ તા.૧૦ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે તા. 9 ઓગસ્ટ ને રવિવારના રોજ સંધ્યા ટાણે વાજતે ગાજતે 40 દિવસીય ચાલનારા હિંડોળા ઉત્સવનું ઉદઘાટન આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા ચેરમેન ડો સંતવલ્લભ સ્વામી , કોઠારી દેવપ્રકાશ સ્વામી વગેરે વરિષ્ઠ સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું . હિંડોળા ઉત્સવના ઉદ્ઘાટન પૂર્વે સભામંડપમાં 115 મી રવિ સભા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રવિ સભા ના યજમાન નટુભાઈ ચોવટીયા તથા કેશુભાઈ ચોવટીયા દ્વારા રવિ સભાના વક્તા ડો.સંતવલ્લભદાસજી સ્વામીનું તથા પોથીજીનું પૂજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર 115 મી રવિ સભાના વક્તા ડો. સંતવલ્લભદાસજી સ્વામી એ વડતાલના 15માં વચનામૃત વિશે વિવેચન કર્યું હતું.
ત્યારબાદ આચાર્ય મહારાજ શ્રી ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણનંદજી, બનારસ (કાશી) ના કોઠારી પ્રેમસ્વરૂપ સ્વામી, ગોવિંદ સ્વામી,શ્રીવલ્લભ સ્વામી,પાર્ષદ ઘનશ્યામ ભગત, ઉપરાંત ટ્રષ્ટિ સભ્યો સંજયભાઈ પટેલ, અલ્પીતભાઈ પટેલ વગેરે હિંડોળા ઉત્સવનું ઉદઘાટન કરવા પધાર્યા હતા પ્રારંભમાં ફુગ્ગા ઉડાડી પ્રદર્શનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પૂ આચાર્ય મહારાજ શ્રી તથા સંતોએ પ્રદર્શનને ખુલ્લું મૂકી અંદર પધાર્યા હતા. જ્યાં મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટે પૂજા વિધિ કરાવી હતી મહારાજ શ્રી તથા સૌ સંતોએ નિષ્કુળાનંદ સ્વામીએ તૈયાર કરેલ પ્રસાદીના હિંડોળાના દર્શન કરી ભાવવિભોર થયા હતા. કલા સજાવટ અને મૂર્તિઓ નિહારી સૌ કોઈ પ્રભાવિત થયા હતા.
વડતાલના હિંડોળા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અદ્વિતીય હોય છે પ્રદર્શનની કલાકૃતિઓ દર વર્ષે નવીનતમ જોવા મળે છે સમગ્ર પ્રદર્શનમાં નિષ્કુળાનંદ સ્વામીએ વડતાલ જ્ઞાનબાગમાં શ્રીહરી જે બાર બારણા ના હિંડોળે ઝુલયા હતા તે પ્રસાદીના હિંડોળો દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ વર્ષે હિંડોળામાં ભગવાનના લીલા ચરિત્રો ને ખાસ વણી લેવામાં આવ્યા છે.જેમાં રામ દરબાર, શિવ દરબાર, ગોવર્ધન પર્વત, રાધાકૃષ્ણનો હિંડોળો, નીલકંઠ ગૃહ ત્યાગ, શિવ પૂજન, રંગોત્સવ, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને મહારાજ, ધોલેરા મંદિર, ભગવાનની સુખ શૈયા, રાસોત્સવ વિગેરે દર્શન કરવા સહુને સપ્રેમ આવકાર મળ્યો છે.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પૂજ્ય ગુણસાગર સ્વામી એ કર્યું હતું.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
