<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

રાજ્‍યમાં ૨૨ જિલ્‍લામાં સરેરાશથી ઓછો વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્‍છની સ્‍થિતિ ખરાબ

રાજ્‍યમાં અત્‍યાર સુધી મિશ્ર ચોમાસું: જોવા મળ્‍યું છે. કેટલાક વિસ્‍તારોમાં અતિભારે તો કેટલીક જગ્‍યાએ હજુ પણ વરસાદની ખેંચ

અમદાવાદ,તા.૬: રાજ્‍યમાં અત્‍યાર સુધી મિશ્ર ચોમાસં જોવા મળ્‍યું છે. કેટલાક વિસ્‍તારોમાં અતિભારે તો કેટલીક જગ્‍યાએ હજુ પણ વરસાદની ખેંચ જોવા મળી રહી છે. રાજ્‍યમાં ૨૨ જિલ્‍લામાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે, તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્‍છની સ્‍થિતિ બહુ ખરાબ છે.

સ્‍ટેટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં સિઝનનો સરેરાશ ૭૦ ટકા વરસાદ વરસી ચુક્‍યો છે.  દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૬.૫૬ ટકા અને કચ્‍છમાં સૌથી ઓછો ૨૯.૦૫ ટકા વરસાદ પડ્‍યો છે. ઉત્તર ગુજરાતમાં ૫૧.૩૩ ટકા, પૂર્વ મધ્‍યમાં ૬૬.૭૯ ટકા અને સૌરાષ્ટ્રમાં ૫૪.૫૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

નર્મદામાં ૬૯.૫૩ ટકા, પંચમહાલમાં ૬૭.૨૪ ટકા, જૂનાગઢમાં ૫૪.૯૧ ટકા, વડોદરા ૫૫.૫૮ ટકા, મહીસાગર ૬૨.૪૬ ટકા, છોટાઉદેપુરમાં ૪૪.૨૫, ગીર સોમનાથમાં ૪૫.૩૨ ટકા, ગાંધીનગરમાં ૫૭.૩૨ ટકા, ભાવનગરમાં ૬૮.૯૨ ટકા, બોટાદમાં ૬૭.૨૯ ટકા, મહેસાણામાં ૫૮.૨૧ ટકા, પાટણ ૬૩.૯૬ ટકા, વાવ-થરાદમાં ૬૮.૮૩ ટકા, અરવલ્‍લીમાં ૪૦.૮૬ ટકા, સાબરકાંઠામાં ૩૯.૬૯ ટકા, રાજકોટમાં ૪૬.૨૬ ટકા, બનાસકાંઠામાં ૪૩.૫૩ ટકા, જામનગરમાં ૨૮.૫ ટકા, પોરબંદરમાં ૧૭.૬૧ ટકા, કચ્‍છમાં ૨૯.૦૫ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૬.૨૩ ટકા વરસાદ નોંધાયો છે. જે સરેરાશથી ઓછો છે.

વલસાડ ૧૦૭.૫૪ ટકા, નવસારી ૧૧૪.૮૮ ટકા, ડાંગ ૯૧.૦૪ ટકા, સુરત ૧૦૨.૯૯ ટકા, તાપી ૭૯.૧૮ ટકા, ખેડા ૯૦.૧૮ ટકા, આણંદ ૮૮.૩૨ ટકા, ભરૂચ ૮૮.૦૯ ટકા, અમદવાદ ૮૪.૮૭ ટકા, અમરેલી ૭૨.૪૬ ટકા, સુરેન્‍દ્રનગર ૮૧.૨૩ ટકા, મોરબીમાં ૭૮.૪૨ ટકા વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્‍લાના તમામ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્‍યો છે. ચીખલીમાં ૧૨૬.૫૮ ટકા, ગણદેવીમાં ૧૦૨.૭૪ ટકા, જલાલપોરમાં ૧૦૧.૬૧ ટકા, ખેરગામમાં ૧૨૮.૨૫ ટકા, નવસારીમાં ૧૦૫.૯૫ ટકા, વાંસદામાં ૧૨૧.૯૨ ટકા વરસાદ વરસ્‍યો છે.

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના એક પણ તાલુકામાં ૧૦ ટકા વરસાદ નથી પડ્‍યો. ભાણવાડમાં ૯.૩૭ ટકા, દ્વારકામાં ૨.૨૮ ટકા, કલ્‍યાણપુરમાં ૩.૨૧ ટકા અને ખંભાળીયામાં ૯.૪૩ ટકા વરસાદ પડ્‍યો છે.

(3:33 PM IST)