<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

મહીસાગર નલ સે જલ કૌભાંડમાં મોટો ધડાકો: CID ક્રાઇમે ૩ રીઢા કોન્ટ્રાક્ટરોની કરી ધરપકડ

સરકારી યોજનામાં કરોડો રૂપિયાની ઉચાપત મામલે પોલીસ એક્શનમાં; નવીન ભરવાડ, મનહર પટેલ અને પ્રદીપ શેઠ જેલના સળિયા પાછળ ધકેલાયા.

મહીસાગર: ગુજરાત સરકારની મહત્વકાંક્ષી 'નલ સે જલ' યોજનામાં મહીસાગર જિલ્લામાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે CID ક્રાઇમે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન કૌભાંડમાં સીધી સંડોવણી ધરાવતા ત્રણ મુખ્ય કોન્ટ્રાક્ટરો નવીન ભરવાડ, મનહર પટેલ અને પ્રદીપ શેઠની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ સમગ્ર પંથકના સરકારી કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
CID ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ લાંબા સમયથી એજન્સીઓ સાથે મળીને નકલી બિલો બનાવવા અને નબળી ગુણવત્તાનું કામ કરીને સરકારી નાણાં ઓળવી જવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવતા હતા. પ્રાથમિક તપાસમાં જમીન પર નહિવત કામ કરીને કાગળ પર મસમોટા ખર્ચાઓ દર્શાવવામાં આવ્યા હોવાના પાકા પુરાવાઓ હાથ લાગ્યા છે.

(2:28 PM IST)