<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

બનાસકાંઠાના વડગામમાં મુક્તેશ્વર ડેમમાંથી બીજો મૃતદેહ મળ્યો:બે યુવકોના ડૂબી જવાથી કરુણ મોત

બંને મૃતદેહોની ઓળખાણ વડગામના કાળુભાઈ મદારી અન કરનાળા ગામના શ્વણનાથ મદારી તરીકે થઈ:બંને મૃતદેહોને કબ્જે લઈને પોલીસે વધુની તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના વડગામમાં આવેલા મુક્તેશ્વર ડેમમાંથી બે દિવસ અગાઉ એક મૃતદેહ મળ્યો હતો. હવે ફરી બીજીવાર બે મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકો પૈકીનો એક યુવક કરનાળા અને બીજો યુવક વડગામનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને મૃતદેહોને કબ્જે લઈને પોલીસે વધુની તપાસ હાથ ધરી છે.

 

મળતી માહિતી મુજબ, શુક્રવારના રોજ મુક્તેશ્વર ડ઼ેમમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા. જેમના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહોની ઓળખાણ વડગામના કાળુભાઈ મદારી અન કરનાળા ગામના શ્વણનાથ મદારી તરીકે થઈ છે. ડેમમાંથી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતા. મૃતદેહોને બહાર કાઢીને પોલીસે તેમનો કબજો લીધો હતો.

 

બંને યુવકોના મોતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે તેમના પરિવારને જાણ કરાતા શોકનો માહોલ વ્યાપી ગયો હતો. પોલીસે મૃતદેહોને વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:59 AM IST)