તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 8th April 2026
ગુજરાતમાં શુક્ર-શનિવારે નવો ઇતિહાસ સર્જાશેઃ અડધા લાખથી વધુ ફોર્મ ભરાશે
લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી, બુઢ્ઢી માંની ખબર કાઢવા જાણે દીકરી આવી ૧૦ હજાર જેટલી બેઠકો માટે રાજકીય પક્ષોના મુખ્ય અને ડમી ઉમેદવારોઃ ચૂંટણી અધિકારીઓની અગ્નિ પરીક્ષા

રાજકોટ, તા. ૮: રાજયમાં ધારાસભાની ર૦ર૭ ની ચૂંટણી પૂર્વેનો સૌથી મોટો જનાદેશ મેળવવાનો અવસર આવ્યો છે. રાજય ચૂંટણી પંચે તાલુકા જિલ્લા પંચાયતો તથા નગર અને મહાનગરોની ચૂંટણી માટે ર૬ એપ્રિલે મતદાન અને ર૮ એપ્રિલે મત ગણતરી કરવાનુ જાહેર કર્યુ છે. તા. ૬ થી ૧૧ એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર રજુ કરવાનો સમય છે. અત્યાર સુધીમાં રાજયમાં જુજ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. રાજકીય પક્ષો સામાન્ય રીતે છેલ્લા બે દિવસમાં ઉમેદવારી કરતા હોય છે. આ વખતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનું ચૂંટણી સમય પત્રક સાથે જ છે. છેલ્લા બે દિવસ શુક્ર અને શનિવારે ફોર્મ રજુ થવાની સંખ્યાનો નવો ઇતિહાસ સંજાશે. બે દિવસમાં અડધો લાખ આસપાસ કે તેથી વધુ ઉમેદવારી પત્રો રજુ થશે.
ગુજરાતમાં ૮૪ નગરો, ૧પ મહાનગરો, ૩૪ જિલ્લા પંચાયતો, ર૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી ઉપરાંત સામાન્ય સ્વરાજયની પેટાચૂંટણી છે. દસ હજાર જેટલી બેઠકો પર ઉમેદવારી કરવાની થાય છે. ભાજપ-કોંગ્રેસ બધી બેઠકો પર ઉમેદવારી કરાવવા માંગે છે. તે બે પક્ષના ૧૦-૧૦ હજાર મુખ્ય ઉમેદવારો અને એટલા જ ડમી ઉમેદવારો મળી ૪૦ હજાર જેટલો આંકડો થાય છે. ઉપરાંત આમ આદમી પાર્ટી, અન્ય પક્ષો અને અપક્ષોના ઉમેદવારોની અને ફોર્મની સંખ્યા ગણીએ તો આંકડો પ૦ હજાર આસપાસ રહેશે અથવા કદાચ તેથી વધુ થશે. રાજયમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો રજુ થાય તેવુ પ્રથમ વખત બનશે.
મુખ્ય ઉમેદવારનું ફોર્મ ચકાસાઇ જાય અને ચૂંટણી અધિકારી તેને માન્ય કરે પછી ડમી ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ ગણાય છે. ફોર્મ ભરવાનો સમયગાળો, ચકાસણીનો સમય, પાછા ખેંચવાનો સમય તેમજ મતદાન અને મત ગણતરીનો સમય ગ્રામ્ય અને શહેરી બન્ને સ્તરે સાથે જ હોવાથી ઉમેદવારો, પક્ષો, અને ચુંટણી પંચની આકરી કસોટી થઇ જશે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
