News of Saturday, 28th March 2026
નર્મદા પરિક્રમામાં ફરજીયાત રજીસ્ટ્રેશન : તિલકવાડામાં સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોમાં ભારે રોષ :ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું
રજીસ્ટ્રેશન ન કરાવનાર સ્વયંસેવકોને પ્રવેશ આપવામાં રોકાયા હતા. વિરોધમાં સ્વયંસેવકોએ ધરણા યોજી ઉગ્ર પ્રદર્શન કર્યું

નર્મદા પરિક્રમામાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે, જોકે આ બાદ સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોમાં ગહન રોષ ફાટી પડ્યો છે. મણીનાગેશ્વર મંદિરે યોજાનાર ભંડારા રોકાતા લોકોમાં નારાજગી વધી, અને રજીસ્ટ્રેશન ન કરાવનાર સ્વયંસેવકોને પ્રવેશ આપવામાં રોકાયા હતા. વિરોધમાં સ્વયંસેવકોએ ધરણા યોજી ઉગ્ર પ્રદર્શન કર્યું અને સેફ્ટી અને ઓળખ માટે પરિક્રમામાં જોડાતા તમામ લોકોને આઈડી કાર્ડ આપવામાં આવવા માટે માંગ કરી હતી .
મણીનાગેશ્વર મંદિર ખાતે અવિરત ચાલતા અન્નક્ષેત્રમાં સેવા આપવા માટે દરરોજ અનેક સ્વયંસેવકો અવરજવર કરતા હોય છે. તિલકવાડા ખાતે જ્યારે આ સ્વયંસેવકોને રોકવામાં આવ્યા, ત્યારે રોષે ભરાયેલા સ્વયંસેવકો રસ્તા પર જ બેસી ગયા હતા અને 'ભારત માતા કી જય', 'નર્મદા માતા કી જય' અને 'જય શ્રી રામ'ના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું.
લોકોને રજિસ્ટ્રેશનના બહાને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી સ્વયંસેવકોએ 1થી 2 કલાક સુધી ધરણા કર્યાં હતા. જેને પગલે વાહન વ્યવહાર અને પરિક્રમાવાસીઓને પણ અસર પડી હતી. જોકે, બનાવની જાણ થતા સ્થાનિક આગેવાનો અને તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારબાદ અંતે મામલો થાળે પડ્યો હતો અને સ્વયંસેવકોને જવા દેવામાં આવ્યા હતા.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
