<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

પેટ્રોલ, ડીઝલ, ગેસનો પૂરતો જથ્‍થો છેઃ વિક્રેતા સંગ્રહાખોરી કરે તો આકરા પગલા

ઇંધણની અછત સંદર્ભે સરકારે લીધેલા પગલાની ગૃહમાં માહિતી આપતા મંત્રી ઋષિકેશ પટેલ : ઘરેલુ PNG અને વાહનો માટે CNG ૧૦૦ ટકા જાળવી રખાશેઃ વિશ્વના દેશોમાંથી LNG કાર્ગો ખરીદી માટે પ્રયાસો : છાત્રાલય, હોટલ, કેન્‍ટીન, શૈક્ષણિક સંસ્‍થાઓને PNG જોડાણ માટે ૧૨૦૦૦ અરજીઓ આવીઃ LPG પુરવઠો જાળવી રાખવા સતત સમીક્ષાઃ કોઇ વિક્રેતા કૃત્રિમ અછત સર્જવા પ્રયાસ કરે તો આવશ્‍યક ચીજવસ્‍તુ ધારા હેઠળ ફરીયાદ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૨૫: ગુજરાત વિધાનસભાનો નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્‍યની બાબત પર માનનીય ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રીનું ધ્‍યાન દોરતી સભ્‍યશ્રી મહેશ કસવાલા (ચૈતન્‍ય દેસાઈ અને હર્ષદકુમાર પટેલ)ની સૂચના અન્‍વયે ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ જણાવેલ કે,  તાજેતરની વૈશ્વિક પરિસ્‍થિતિમાં ગેસ, એલ.પી.જી., પેટ્રોલ તેમજ ડીઝલની તંગી નિવારવા અને લોકોને જરુરિયાત મુજબ જથ્‍થો ઉપલબ્‍ધ થાય તે માટે લોકોની સુખાકારી માટે રાજ્‍ય સરકારે લીધેલાં કે લેવાં ધારેલા પગલા આ મુજબ છે.

સી.એન.જી. / પી.એન.જી. બાબત

રાજ્‍યમાં આવશ્‍યક સેવાઓ માટે ગેસ પુરવઠો જાળવી રાખવા માટે કેન્‍દ્ર સરકાર, રાજ્‍ય સરકાર અને ગેસ કંપનીઓ દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા ૯ માર્ચ ૨૦૨૬ના ગેઝેટ નોટીફીકેશનથી ઘરેલુ PNG અને વાહન માટેનો CNG જેવા મહત્‍વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતા-૧ તરીકે વર્ગીકળત કરવામાં આવ્‍યા છે. આ ક્ષેત્રોને ૧૦૦% ગેસ પુરવઠો મળી રહે તે સુનિヘતિ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન ભૂ-રાજકીય પરિસ્‍થિતિને કારણે LNG વેપારમાં સંભવિત વિક્ષેપની શકયતા ઊભી થઈ છે. પરંતુ GSPC પાસે લાંબા ગાળાના LNG પુરવઠા કરાર છે. ઉપલબ્‍ધ LNG સ્‍ટોક ભારત સરકારના નોટીફીકેશન અનુસારના વર્તમાન વપરાશ મુજબ પૂરતો છે. ઉપરાંત, મધ્‍ય પૂર્વ સિવાયના દેશોમાંથી પણ વધારાના LNG કાર્ગોની ખરીદી માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્તમાન પરિસ્‍થિતિમાં ઔદ્યોગિક ક્ષેત્ર માટે ગેસ પુરવઠામાં ભારત સરકારના નોટીફીકેશન અનુસાર મર્યાદિત કાપ લાગુ કરવામાં આવ્‍યો છે. જોકે આવનારા સમયમાં LNGના નવા કાર્ગો થકી ઔદ્યોગીક ક્ષેત્રે ગેસ પુરવઠાની સ્‍થિતિ વધુ સુદ્રઢ થશે. માન. મુખ્‍યમંત્રીશ્રી તથા માન. મંત્રીશ્રીઓ દ્વારા રાજ્‍યમાં પ્રાકળતિક ગેસ પુરવઠા સંબંધિત વર્તમાન પરિસ્‍થિતિ અંગે ઉચ્‍ચસ્‍તરીય સમીક્ષા કરવામાં આવે છે તેમજ આ પરિસ્‍થિતિની દેખરેખ માટે મુખ્‍ય સચિવશ્રીના અધ્‍યક્ષપદ હેઠળ સમિતિ રચવામાં આવી છે. CGD કંપનીઓ દ્વારા ઘરેલુ PNG ના નવા ગ્રાહકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે તેમજ નવા નોંધાયેલા ગ્રાહકોને ગુજરાત ગેસ લી. તથા સાબરમતી ગેસ લી. દ્વારા રૂપિયા ૫૦૦ સુધીનું કેશબેક આપવામાં આવે છે. કોમર્શિયલ ગ્રાહકો જેવા કે હોસ્‍ટેલ, કેન્‍ટીન, હોસ્‍પિટલ, શૈક્ષણિક સંસ્‍થાઓ, વગેરેને તાત્‍કાલિક PNG કનેક્‍શન આપવા માટે તમામ જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં વિવિધ CGD કંપનીઓ દ્વારા આશરે ૧૨,૦૦૦ થી વધારે નવા કનેક્‍શનની નોંધણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્‍યમાં આવેલ તમામ CNG સ્‍ટેશન પર હાલમાં અવિરત પણે પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે અને અછતની કોઈ પરિસ્‍થિતી નથી. સરકાર દ્વારા CGD કંપનીઓ સાથે ગેસ પુરવઠાની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે.

એલ.પી.જી.બાબત

કેન્‍દ્ર સરકારના હુકમોના અનુપાલન અર્થે અત્રેના તા.૧૨/૦૩/૨૦૨૬ના પત્રથી રાજ્‍યની તમામ જાહેરક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની ગેસ એજન્‍સીઓનાં સ્‍થળે એક રેવન્‍યુ અને એક પોલીસ કર્મચારીની ટીમને પાત્ર ગ્રાહકોને સમયસર ઘરેલું એલપીજી મળી રહે તે હેતુસર સઘન મોનીટરીંગ માટે આવી ૧૦૨૯ ટીમો હાજર રાખવામાં આવેલ છે.

તમામ પોલીસ કમિશનરશ્રીઓને એલ.પી.જી .વહન કરતાં વાહનોને મુક્‍ત હેરફેર થઈ શકે તે માટે સૂચના આપવામાં આવેલ છે, તમામ કલેકટરશ્રીઓને પણ રાજયમાં એલ.પી.જી.નું વિતરણ સૂચારુરૂપે ચાલે તે માટે કાયદા અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સુચારુરૂપે જળવાઈ રહે તે માટે સૂચના આપવામાં આવેલ છે .

રાજ્‍યમાં એલ.પી.જી.પુરવઠાનું સતત અને સઘન મોનીટરીંગ કરવા માટે ઓઈલ માર્કેટીંગ કંપનીના અધિકારીઓ સાથે દૈનિક ધોરણે મીટીંગ અને જિલ્લા તંત્ર સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજીને પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

તા.૦૫/૦૩/૨૦૨૬ થી આજ દિન સુધી જિલ્લા કક્ષાએ તપાસ ટીમ દ્વારા કુલ -૨૯૪૫ તથા રાજ્‍ય કક્ષાની તપાસ ટીમ દ્રારા કુલ - ૧૭ તપાસો કરવામાં આવેલ છે.

ગુજરાત સરકાર દ્વારા એલ.પી.જી.ની ફરિયાદ બાબતે હેલ્‍પ લાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨, તા.૧૩/૦૩/૨૦૨૬ થી શરૂ કરવામાં આવેલ છે જેમાં કુલ ૭૮૪૩ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવેલ છે.

પેટ્રોલ-ડીઝલ બાબત

રાજયમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ છે .પરંતુ તેમ છતાં તા.૨૩/૦૩/૨૦૨૬ના પરિપત્રથી રાજયના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું જ સિમિત કરવામાં આવેલ છે .તે સિવાયના કોઈપણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ કરી શકાશે નહીં .આ પરિપત્રમાં તા. ૨૪.૦૩.૨૦૨૬ના સુધારાથી કળષિ ક્ષેત્ર માટે ૨૦૦ લીટર તથા મોબાઈલ ટાવર માટે ૧૦૦૦ લીટરની બેરલમાં ડીઝલ ભરીને લઈ જવાની છુટ આપવામાં આવી છે.

જો કોઈ વિક્રેતા કળત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા સંગ્રહખોરી કરશે, તો તેમની સામે આવશ્‍યક ચીજવસ્‍તુ અધિનિયમ-૧૯૫૫ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તે બાબત પણ પરિપત્રિત કરવામાં આવેલ છે.

હાલના સંજોગોમાં ખોટી અફવાઓ તેમજ ગભરાટ ફેલાવવાના કારણે સામાન્‍ય વેચાણ કરતા ૪ થી ૫ ગણું વધારે વેચાણ થયેલ છે તેમ છતાં પણ પેટ્રોલ તથા ડીઝલનો પુરવઠો પુરો પાડી શકાયો છે.

જે પેટ્રોલ પંપ ૨૪ ×૭ ચાલે છે તેમાં પણ પુરવઠો આપવાનું ચાલુ છે. જે સાબીત કરે છે કે, રાજ્‍યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ છે. તેમ ઋષિકેશ પટેલએ જણાવ્‍યુ હતું.

(1:25 PM IST)