<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

મહેસુલ વિભાગમાં નવી ૧૫૪૬ જગ્‍યાઓ ભરાશેઃ તાલુકા કક્ષાએ દફતર નિયામક- સર્વેયરની ભરતી

કોર્પોરેટ કક્ષાની સબ રજીસ્‍ટ્રાર કચેરીઓ બનાવાશેઃ તલાટીઓની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૩: આજે સચિવાલય ખાતે રાજય મહેસુલ મંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું કે મહેસુલ તંત્રમાં કુલ ૧પ૪૬ નવી જગ્‍યાઓ ઉભી કરવા માટે રૂા. ૪૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

જમીન દફતર ખાતામાં દરેક તાલુકા કક્ષાએ જમીન દફતર નીરીક્ષક, એમના હસ્‍તક સિનિયર સરવેયર અને સરવેયરની નવી જગ્‍યાઓ ઉભી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

મહેસુલ વિભાગમાં નાયબ મામલતદાર, કારકુન અને મહેસુલી તલાટીઓની કુલ ૪,૧૩૩ જગ્‍યાઓ પર ભરતીની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે અને તેટલી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

આ ઉપરાંત સુરેન્‍દ્રનગર, મહુવા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ અને અબ્રામાં ખાતે આધુનિક સુવિધાઓથી નવી મહેસુલી કચેરીઓ, દસ્‍તાવેજ નોંધણી માટે આવતા નાગરિકોને ‘કોર્પોરેટ કક્ષાની' સુવિધાઓ મળે તે હેતુથી મોડેલ સબ રજિસ્‍ટ્રાર કચેરીઓનું નિર્માણ કરવામાં આવશે. રૂા. ૪પ૦ કરોડનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી વર્ષ માટે કુદરતી આપતિઓ સામે રાહત માટે અંદાજિત રૂા.૨૧૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ ઉપરાંત જમીનને લગતી તમામ બાબતોનું એકાકૃત સંચાલન, મહેસુલ વિભાગના તમામ પોર્ટલને એકબીજા સાથે જોડી ડેટાની આપ-લે સરળ બનાવવા માટે આયોજન છે. જમીન દેખરેખ માટે ઇશરોના સેટેલાઇટ ડેટાનો મહતમ ઉપયોગ કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જમીન રેકોર્ડને ૧૦૦% ક્ષતિરહિત બનાવવામાં આવશે.

(4:13 PM IST)