તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 22nd March 2026
રજાના દિવસે પણ બોરીદ્રાના શિક્ષકે ગામમાં જઈને વન દિવસ અને જળ દિવસની ઉજવણી કરી
વનરાજીથી ભરપૂર અને પાણીદાર જિલ્લાની ભાવિ પેઢીને જંગલ અને જળ બચાવવાનો સંકલ્પ લેવડાવવો જરૂરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :21 માર્ચ વિશ્વ વન દિવસ અને 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે વિશ્વના તમામ દેશોમાં ઉજવવામાં આવે છે. ભારતમાં પણ આ દિવસ ઉજવી અને આવનારી પેઢીને વન વૃક્ષ પાણીના રક્ષણ માટે સમજ આપવી જરૂરી છે ત્યારે આ 21 અને 22 માર્ચ જાહેર રજાના દિવસો આવ્યા હોય મોટાભાગે આ દિવસની ઉજવણી કરવામાં આવી હશે નહીં અને આવનારી પેઢીને જળ બચાવો જીવન બચાવો, વૃક્ષ વન બચાવોની સમાજ આવશે તો આ પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગની અસરો ઓછી થશે. જેથી પોતાની ફરજના ભાગ રૂપે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ ગામ એવા બોરીદ્રા ના મુખ્ય શિક્ષક એવા અનિલ મકવાણા એ રજાના દિવસોમાં પણ સ્કૂલ પ્રઃ જઈને ગામમાં બાળકો ભેગા કરી ને જંગલ વિસ્તારમાં લઇ જઈ વન સંરક્ષણ ની વાત સમજાવી અને ગામમાં પાણીના ઝરણા પાસે લઇ જઈ ને પાણી બચાવવા ની વાત સમજાવી હતી.
આ બાબતે અનિલ ગુરુજીએ જણાવ્યું હતું કે રજા ને મજા માં ફેરવવી હોય તો બાળકો પાસે જવાનું ભૂલકાઓ ની સેવા થી ભગવાનના દર્શન થાય છે. શનિ અને રવિવાર ની જાહેર રાજાઓ આવતા સ્કૂલ બંધ હોય છતાં મેં નક્કી કર્યું કે બોરીદ્રાના બાળકો સાથે વન દિવસ અને જળ દિવસ ની સુરક્ષિત રીતે અનોખી ઉજવણી કરવી છે એટલે સ્કૂલ માં રજા હોવા છતાં બોરીદ્રા ગામે જઈને બાળકોને ભેગા કરીને જંગલ અને પાણી વિષે વાર્તાઓ કરી ગીત સંભળાવી જેનું જતન કરવા નું રક્ષણ કરવાની વાત કરી સમજાવ્યા અને બુંદી અને ચોકલેટ ની પ્રસાદી આપવામાં આવી. આવી સાદગીથી અનોખી ઉજવણી કરી છે
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
