<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ વિસ્‍તારોમાં રસોઈ માટે વધારાનું કેરોસીન અપાશે

કેન્‍દ્ર તરફથી ૧૪૫૨ KL કેરોસીનનો જથ્‍થો ફાળવાયોઃ બે ગેસ સિલિન્‍ડરના બુકિંગ વચ્‍ચે દિવસોની મર્યાદા નક્કી કરાઈ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર : વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને ભારત સરકાર અને રાજ્‍ય સરકાર દ્વારા બળતણ તેમજ ઊર્જાના પુરવઠાને જાળવી રાખવા માટે મહત્‍વના પગલાં લેવામાં આવ્‍યા છે. રાજ્‍યના નાગરિકોને રસોઈના બળતણમાં રાહત મળે તે હેતુથી ગ્રામીણ અને શહેરી વિસ્‍તારો માટે નવી વ્‍યવસ્‍થા જાહેર કરવામાં આવી છે.

ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગુજરાતને ગ્રામીણ વિસ્‍તારો માટે વધારાનો ૧૪૫૨ KL કેરોસીનનો જથ્‍થો ફાળવવામાં આવ્‍યો છે. આ જથ્‍થો દરેક જિલ્લામાં કલેક્‍ટર હસ્‍તક ૩૬ હજાર લીટર (૩૬ KL) લેખે વહેંચવામાં આવશે.

પરિવાર દીઠ ૫ લીટર અને સંસ્‍થા દીઠ ૨૫ લીટર કેરોસીન આપી શકાશે. અંતરિયાળ વિસ્‍તારના પરિવારો, શાળાની હોસ્‍ટેલો, વળદ્ધાશ્રમો અને મજૂર વર્ગને આ વિતરણમાં અગ્રતા આપવામાં આવશે.

રાજ્‍ય સરકારે ઓનલાઈન સર્વર પરનો લોડ ઘટાડવા અને વ્‍યવસ્‍થા જાળવવા માટે સૂચના આપી છે કે, શહેરી વિસ્‍તારમાં બે સિલિન્‍ડરના બુકિંગ વચ્‍ચે ૧૫ દિવસનું અંતર રાખવું. ગ્રામીણ વિસ્‍તારમાં બે સિલિન્‍ડરના બુકિંગ વચ્‍ચે ૪૫ દિવસનું અંતર રાખવું.

નાગરિકોને બિનજરૂરી એડવાન્‍સ બુકિંગ ન કરવા વિનંતી કરવામાં આવી છે, જોકે રાજ્‍યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરતો જથ્‍થો ઉપલબ્‍ધ હોવાની ખાતરી અપાઈ છે.

સરકાર દ્વારા નાગરિકોને ઈંધણ બચાવવા માટે કેટલીક મહત્‍વની સલાહ આપવામાં આવી છે.

૧. રસોઈમાં પ્રેશર કુકરનો ઉપયોગ કરવો અને કઠોળ પલાળીને રાંધવા, ૨. શકય હોય ત્‍યાં સોલર કુકર જેવા વૈકલ્‍પિકસ્ત્રોતો અપનાવવા, ૩. ઘરમાં એસીનું તાપમાન ૨૫ સેલ્‍સિયસ કે તેથી વધુ રાખવું, ૪. વ્‍યક્‍તિગત વાહનોને બદલે પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટનો ઉપયોગ કરવો.

ઘરેલુ એલપીજી સંબંધિત કોઈ પણ સમસ્‍યા કે મદદ માટે નાગરિકો ટેલિફોન નંબર ૦૭૯-૨૩૨૫૨૬૮૦ પર સંપર્ક કરી શકાય છે. 

(2:12 PM IST)