તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Tuesday, 10th March 2026
કાલથી ધારાસભ્યો માટે ત્રણ દિવસ યોગ શિબિર યોજાશે : MLA ક્વાર્ટર્સ ખાતે સાંજે યોગ સંવાદનું પણ આયોજન
ધારાસભ્યોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે યોગને પ્રોત્સાહન આપવા યોગ શિબિર

ગાંધીનગર :ગુજરાતના ધારાસભ્યો માટે આવતીકાલથી (૧૦ માર્ચ ૨૦૨૬ થી) ત્રણ દિવસની ખાસ યોગ શિબિર યોજાનાર છે, જેમાં MLA ક્વાર્ટર્સ ખાતે ધારાસભ્યો યોગ અને સ્વાસ્થ્ય અંગે તાલીમ મેળવશે
. આ પહેલ રાજ્યમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને "સ્વસ્થ ગુજરાત" અભિયાનના ભાગરૂપે લેવામાં આવી છે.
ધારાસભ્યોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે યોગને પ્રોત્સાહન આપવા માટે તમામ ધારાસભ્યો માટે ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું છે સાંજે યોગ શિબિર સાથે સાંજે યોગ સાવંદ પણ કરાશે
આ અગાઉ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પણ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાન હેઠળ શિબિરો યોજાઈ હતી
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
