તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Saturday, 7th March 2026
સ્વચ્છતા માત્ર સરકાર કે તંત્રની જ નહીં જનભાગીદારીની પણ જવાબદારીઃ હર્ષ સંધવી
વડોદરાને રૂ. ૨૦૩ કરોડના પ્રકલ્પોની ભેટ આપતા નાયબ મુખ્યમંત્રી

વડોદરાઃરાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઈને વડોદરા મહાનગરપાલિકાના રૂ. ૨૦૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ ડેસર ખાતે આવેલી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં દીકરીઓ માટે નવી હોસ્ટેલ નું પણ સંઘવીના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંદ્યવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજય સરકાર મહાનગરપાલિકાઓના દરેક વોર્ડમાં નાગરિકોની પાયાની જરૂરિયાતોને સુવિધામાં બદલવા માટે મક્કમ નિર્ધાર સાથે કાર્ય કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં જયારે રાજયની વસ્તીના આશરે ૬૦ થી ૭૦ ટકા લોકો શહેરોમાં વસતા હશે, ત્યારે તે પૂર્વે જ આયોજનબદ્ધ માળખાગત સુવિધાઓ ઊભી કરવી એ સરકારની પ્રાથમિકતા છે.
સ્વચ્છતા અભિયાન અંગે નાગરિકોને પ્રેરક આહ્વાન અને મીઠી ટકોર કરીને હર્ષ સંદ્યવીએ માત્ર ટીકા-ટિપ્પણી નહીં, પરંતુ ગમે ત્યાં કચરો ન ફેંકીને અને જાહેર મિલકતોની જાળવણી કરીને સ્વચ્છતા દૂતોને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર સરકાર કે તંત્રની જ નહીં, પરંતુ જન ભાગીદારીની પણ જવાબદારી છે. આ પ્રસંગે રાજયમંત્રી મનીષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, શહેર સંગઠનના પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, વડોદરા શહેર-જિલ્લાના ધારાસભ્ય ઓ, જિ. પં. ના પ્રમુખ ગાયત્રીબા મહિડા, કાઉન્સિલર ઓ, વડોદરા શહેરના અગ્રણી ઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
