News of Thursday, 5th March 2026
અમદાવાદના સુભાષ બ્રિજના મરામતની કામગીરી 12 દિવસમાં શરૂ કરાશે: 9 મહિનામાં દ્વિચક્રી વાહનો અવરજવર કરી શકશે
હયાત બ્રિજ ઉપરાંત બાજુમાં નવી બે લેન તૈયાર કરવામાં આવશે. જે બેલેન્સ આગામી બે વર્ષમાં બનીને તૈયાર થશે.

અમદાવાદના બંધ કરાયેલા સુભાષ બ્રિજની મરામતની કામગીરી આગામી 10 થી 12 દિવસમાં સારું થશે. બધુ સમૂ સુથારુ પાડ પડ્યું તો નવ મહિનામાં રીપેરીંગ કામ પૂર્ણ થઈ જશે. મરામતની કામગીરી અંગેના કામને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. હયાત સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવા બનાવવા અને નવી બે લેન સાથે આખો નવો બ્રિજ બનાવવા માટે કુલ રૂ. 236 કરોડનો ખર્ચ થશે. સુભાષબ્રિજને રિપેરિંગ કરીને આગામી 9 મહિનામાં ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે. હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવામાં આવશે. જે પિલ્લર છે અને સબ સ્ટ્રક્ચર છે તેને મજબૂત બનાવવામાં આવશે. હયાત બ્રિજ ઉપરાંત બાજુમાં નવી બે લેન તૈયાર કરવામાં આવશે. જે બેલેન્સ આગામી બે વર્ષમાં બનીને તૈયાર થશે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
