News of Wednesday, 4th March 2026
સુરતના માંગરોળના પાનસરા ખાતે કીમ નદીમાં નાહવા પડેલા 3 યુવાનોના ડૂબી જવાથી મોત
સુમિલન ફાયરના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કઢાયા

કીમ :સુરતના કીમમાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. કીમ નદીમાં ડૂબી જવાથી ૩ યુવાનોના મોત થયા છે. માંગરોળના પાનસરા ખાતે કીમ નદીમાં નાહવા માટે ગયા હતા યુવાનો ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી ભાઈ સિંગ અને સંજય ધનજી માંગુકિયાનું મોત નીપજયું છે. સુમિલન ફાયરના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કઢાયા હતા મૃતદેહોને પીએમ માટે કીમ પીએચસી સેન્ટર લઈ જવાયા છે બનાવને લઈ પલોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે .
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
