<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

નાંદોદના રાજુવાડીયા પ્રા.આ. કેન્દ્ર અને જેસલપોર પ્રા.આ.કેન્દ્રમાં ફાઇલેરિયાના ૩૦૦ બ્લડ સેમ્પલ લેવાયા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના રાજુવાડીયા પ્રા.આ. કેન્દ્ર અને જેસલપોર પ્રા.આ.કેન્દ્રમાં ભારત સરકારની ટીમ ધ્વારા ૩૦૦ બ્લડ સેમ્પલ ફાઈલેરીયા માટે લેવામાં આવ્યા તે પૈકી રાજુવાડીયા પ્રા.આ.કેન્દ્ર ખાતે ૨૦૨૫માં ૦૬ સેમ્પલ પોઝીટીવ મળતા નાંદોદ તાલુકાના કુલ - ૧૩૭૧૨૨ વસ્તીમાં ફાઈલેરીયાના રોગના ચેપને અટકાવવા માટે તા.૧૦ ફેબ્રુઆરી થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દિવસે –૩ તેમજ ૧૩ અને ૧૪ ફેબ્રુઆરી -૨૦૨૬ નાં રોજ મોપઅપ રાઉન્ડ તરીકે ૨ વર્ષથી મોટી ઉંમરના તમામને ડી.ઈ.સી. અને આલ્બેન્ડા ઝોલ ગોળી રૂબરૂ ગળાવવાનો કાર્યક્રમ સરકાર ધ્વારા નિયત કરવામાં આવ્યો હતો .   ઉપરોક્ત તા.૧૦ ફેબ્રુઆરી થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬  કાર્યક્રમમાં નાંદોદ તાલુકાના તમામ ગામડાઓમાં તેમજ રાજપીપલા શહેરી વિસ્તારમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો જે ઓ માઢકનાં માર્ગદર્શન હેઠળ કુલ ૧૭૨ ટીમ અને ૫૧ સુપરવાઈઝરના નીરીક્ષણ માં નાંદોદ નાં કુલ ૧૩૫૫૩૩ જનસમુદાયને ફાલેરીયાસીસ રોગના નિર્મુલન માટે ડી.ઈ.સી ગોળીના ધારાધોરણ મુજબ આરોગ્ય કર્મચારી દ્રારા ઘરે ઘરે જઈને ગોળી રૂબરૂ ગળાવવામાં આવી.
ઉક્ત કામગીરીનું સુપરવિઝન માટે નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં ભારત સરકારમાંથી સિનિયર રેસિડેન્ટ ,લેડી હાર્ડીન્ગે મેડીકલ કોલેજ , નવી દિલ્હી ખાતે ફરજ બજાવતા ડો શુભમ વિવેકાનંદ ચાવલે ( મેમ્બર ઓફ સેન્ટ્રલ ટીમ ઓફ એમ.ડી.એ મોનીટરીંગ વિઝીટ ) નાંદોદની મુલાકાતે આવેલ હતા. જ્યાં તેમણે તાલુકા હેલ્થ ઓફીસ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો એ કે સુમન સાથે મુલાકાત કરી હતી જેમાં તાલુકા કક્ષાએ એમ.ડી.એ પ્રોગ્રામ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવદુર્ગા શાળાની મુલાકાત લીધી હતી જેમાં શાળા ના આચાર્યશ્રી તેમજ વિધાર્થી સાથે ફાઈલેરીયા રોગ વિશે સંવાદ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ પ્રા.આ.કે ન.રાજુવાડીયા ખાતે ન.રાજુવાડીયા ગામ તેમજ નાવરા ગામ તેમજ પ્રા.આ.કે લાછરસ માં વાવડી તેમજ જીતગઢ અને સુંદરપુરા ગામ ની મુલાકાત લીધી હતી .જેમાં ગામના લોકો ને  ડી.ઈ.સી ગોળી તેમજ આલ્બેન્દાઝોલ ગોળી ગળાવેલ છે કે નહિ એની ચકાસણી કરેલ હતી અને લાભાર્થી સાથે ચર્ચા કરેલ હતી અને જે પ્રોગ્રામ દરમ્યાન ગેરહાજર વ્યક્તિ હતા તેમણે ત્યાં રૂબરૂ ગોળી ગળાવવામાં આવી હતી .ત્યારબાદ  નાંદોદ તાલુકા નાં આશાબેનો સાથે ફાઈલેરીયા રોગ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઉક્ત કામગીરી સુપરવિઝન કરતા ડો શુભમ વિવેકાનંદ ચાવલે ( મેમ્બર ઓફ સેન્ટ્રલ ટીમ ઓફ એમ.ડી.એ મોનીટરીંગ વિઝીટ ) દ્રારા નાંદોદ તાલુકાની ફાઈલેરીયા રોગ ને લગતી કામગીરીને ઉત્કૃષ્ટ ગણાવી કામગીરીની પ્રસંસા કરી હતી.

(10:28 PM IST)