News of Tuesday, 17th February 2026
લો બોલો રેતી માફીયાઓ હવે નર્મદા કલેકટરના જાહેરનામાનું પાલન કરતા નથી: ભારે ટ્રકોની અવરજવર રોકવા વરાછા ગામના ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી
પ્રતિબંધ મુક્યો હોવા છતાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની રાત દિવસ અવરજવર પાછળ કોનો ફાયદો..?: પોતાને જ કાયદાના ખા સમજતા રેતી માફીયાઓ કાયદાનું પાલન નહીં ?

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા કલેકટરે માલસર - અસા વચ્ચેના નર્મદા નદી પરના માધવસેતુ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની રાત દિવસ અવરજવર થતી હોવાથી વરાછાના ગ્રામજનોએ કલેકટર તથા અન્ય સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું .
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા નદી પર આવેલ માધવસેતુ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું કલેકટર નર્મદાએ પ્રસિદ્ધ કર્યું હતું છતાં પણ નર્મદાને સામે કાંઠે આવેલ વડોદરા જિલ્લામાંથી રેતી ખનન કરી ઓવરલોડ ટ્રકો માધવસેતુ બ્રિજ થઇ વરાછા, વડિયાતળાવ થઇ ઉમલ્લા હાઇવે પરથી સુરત જાય છે .રાતદિવસ અસંખ્ય ટ્રકો ની હેરાફેરીને કારણે ગામડાના રસ્તા તૂટી રહ્યા છે.સતત ઊડતી રેતીને કારણે ખેડૂતોની ખેતી નષ્ટ થઇ રહી છે છે . તેમાં પણ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ રેતીના વેપારીએ અહીં રેતી નો સ્ટોક કર્યો છે જેને કારણે ટ્રકોની અવરજવર વધી ગઈ છે .આ સ્ટોક નો પરવાનો રદ કરવા વરાછા ગ્રામ પંચાયતે ગ્રામસભા માં ઠરાવ કરી કલેકટર અને ખાણ ખનીજ વિભાગ ને જાણ પણ કરી છે છતાં કોઈ પગલાં લેવાતા નથી . અગાઉ ગ્રામજનો એ રસ્તા રોકો આંદોલન કર્યું હતું પરંતુ તેની પણ તંત્ર ને અસર નથી ત્યારે આજે કલેકટર , એસ.પી.,RTO અને ભૂસ્તરશાસ્ત્રીને આવેદન આપ્યું છે ત્યારે હવે તંત્ર આળસ ખંખેરી ગ્રામજનો ને ન્યાય આપવા શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું , ગ્રામજનો માં પણ તંત્ર ની તાકાત વધારે કે રેતી માફિયા ની. ?? તેની ચર્ચા ચાલી રહી છે .
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
