News of Thursday, 12th February 2026
હર્ષ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગતઃ ગાર્ડ ઓફ ઓનર અપાયું
સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાને આવકારતા જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓઃ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૨: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ, તેમની સાથે જ પધારેલા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાને જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓએ આવકાર્યા હતા.
જૂનાગઢમાં ભવનાથ ખાતે ગીરી તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં સહભાગી થવા પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને જિલ્લા પોલીસ દ્વારા કેશોદ એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, રેન્જ આઈજી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા,જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, અગ્રણી જયકુમાર ત્રિવેદી, વેલજીભાઈ મસાણી, દામોદરભાઈ ચામુંડિયા સહિતના પદાધિકારી- અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. (તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)(૨
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
