<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

વડોદરાના નિઝામપુરા ડેપો પાસે એસટી બસ ભૂવામાં ફસાઈ: તંત્રની બેદરકારી સામે રોષ

બસના ટાયર જમીનમાં ધસી જતાં અંદાજે અડધો કલાક સુધી મુસાફરો ફસાયેલા રહ્યા

વડોદરાના નિઝામપુરા બસ ડેપો બહાર આજે વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલતી ઘટના સામે આવી છે, જેમાં મુસાફરોથી ભરેલી એક એસટી બસ અચાનક રોડ પર પડેલા ભૂવામાં ફસાઈ ગઈ હતી. બસના ટાયર જમીનમાં ધસી જતાં અંદાજે અડધો કલાક સુધી મુસાફરો ફસાયેલા રહ્યા હતા અને ભારે અફરાતફરી સર્જાઈ હતી. તંત્રના પાપે વારંવાર પડતા ભૂવાઓને કારણે સામાન્ય જનતાએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેને પગલે સ્થાનિકોમાં પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

(9:55 AM IST)