તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Friday, 6th February 2026
વલસાડના ઉમરગામ સરીગામ GIDCમાં સાઇનેક્સ મેટા કેમ નામની કંપનીમાં ગેસ લીકેજ થતા દોડધામ
ગેસના પ્રભાવથી કેટલાક કર્મચારીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ: બે કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

વલસાડના ઉમરગામ સરીગામ GIDCમાં સાઇનેક્સ મેટા કેમ નામની કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી. કામગીરી દરમ્યાન ગેસ ગળતરી થતા દોડધામ મચી ગઈ હતી અને તમામ કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગેસના પ્રભાવથી કેટલાક કર્મચારીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. કંપનીની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વધારવામાં આવી હતી. બે કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને GPCBના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી. છે
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
