<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

કાલે નરહરિ અમીન દ્વારા અસલાલીમાં મેડીકલ કેમ્‍પ

રાજકોટઃ  તા.૩૧, મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત આશાભાઇ પુરુષોતમદાસ અમીન આરોગ્‍યધામ અને અમદાવાદ મેડીકલ એસોસિએશન દ્વારા ‘‘આવો ગાંવ ચલે'' પ્રોજેકટ અંતર્ગત આયોજિત ફ્રિ મેડીકલ ચેકઅપ કેમ્‍પ તા. ૧ ફેબ્રુઆરી, રવિવાર સવારે ૯ થી ૧ દરબાર નિવાસ, છ-ભાગ અસલાલી ગામ, તાલુકોઃ દસકોઇ, જિલ્લો અમદાવાદ ખાતે યોજાનાર છે. જેમાં વિવિધ રોગોના ડોકટરો સેવા આપશે,

કેમ્‍પમાં કન્‍સલ્‍ટેશન, બેઝિક બ્‍લડ ટેસ્‍ટ, બેઝિક દવાઓ વગેરે સેવા વિનામૂલ્‍યે અપાશે,તેમ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન (સાંસદ) અને સંયોજક ડો. વિશ્વાસ અમીન, ડો. મનજીત નાયક, ડો. હિરેન પટેલિયા જણાવે છે.

(2:32 PM IST)