News of Tuesday, 20th January 2026
સાબરકાંઠામાં સાયન્સ પાર્કની મુલાકાતે મંત્રી અર્જુનભાઇ

(અશ્વિન વ્યાસ દ્વારા), ગાંધીનગર : ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેના ‘ટ્રોપિક ઓફ સાયન્સ પાર્ક' સાઇટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ જે ચોક્કસ બિંદુ પરથી કર્કવળત્ત (Tropic of Cancer) પસાર થાય છે તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને તેની ભૌગોલિક વિશેષતાઓને સમજી હતી. મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું કે આ સાયન્સ પાર્કને એવી રીતે વિકસાવવો જોઈએ કે જેથી તે માત્ર વૈજ્ઞાનિક મહત્વ જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને. લોકો અહીંના વિજ્ઞાન અને ભૂગોળ વિશે જ્ઞાન મેળવવા ઉત્સુક બને તેવા આધુનિક અભિગમ પર તેમણે ભાર મૂકયો હતો. ગુજકોસ્ટ (GUJCOST) ના એડવાઈઝર અને મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ સાહુએ પ્રેઝન્ટેશન દ્વારા મંત્રીશ્રીને સાયન્સ પાર્કની રૂપરેખા અને તકનીકી પાસાઓથી માહિતગાર કર્યા હતા. આ સાયન્સ પાર્ક કાર્યરત થવાથી સાબરકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રત્યે જાગળતિ વધશે અને સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થશે તેવી આશા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. આ મહત્વની બેઠક અને મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, પ્રાંત અધિકારી શ્રી આયુષી જૈન, વન વિભાગના ડી.સી.એફ. (DCF) શ્રી અને એ.સી.એફ. (ACF)શ્રી તથા અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
