તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
ધો. ૧૧ -૧૨ ર્નસિંગ અને આઇટીઆઇના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૧૦: અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ એમ. બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા તાલુકાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. રોજગાર અને તાલીમ કચેરી, રાજકોટ આયોજિત આ કાર્યક્રમમાં ધો. ૧૧, ધો. ૧૨, ર્નસિંગ અને વિંછીયા આઇ.ટી.આઇ. (સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા)ના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
દીપ પ્રાગટયથી કાર્યક્રમનો આરંભ કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. રોજગાર કચેરીના નાયબ નિયામક ચેતનાબેન મારડીયા અને આચાર્ય શ્રી કે. વી. વાઘમસીએ પ્રાસંગિક ઉદ્વોધનમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ લીડ બેંકના લીડ ડેવલપમેન્ટ મેનેજર કે. બિસ્વાલ અને સંજયભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને નાણાકીય યોજનાઓ તથા રોજગારની તકો અંગે જાણકારી આપી હતી. આઇ.ટી.આઇ.ના ડી. કે. મકવાણાએ શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમનું સંચાલન શ્રી જયેન્દ્રભાઈ ડાભીએ કર્યું હતું.તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એવા જી.એસ.આર.ટી.સી.માં એપ્રેન્ટિસ તરીકે કાર્યરત જુલીબેન રાજપરા, કમ્પ્યુટર ટ્રેડમાં બીજો ક્રમ મેળવનારા કિશનભાઈ સરવૈયા, ખાનગી કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત જયદીપભાઈ રોજાસરાએ પ્રતિભાવ આપીને વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે મંત્રીશ્રીના હસ્તે કિશનભાઈ સરવૈયાને શિલ્ડ અર્પણ કરાયું હતું. આ તકે નીતાબેન ગઢાદરા, અશ્વિનભાઈ સાકરીયા, લાલભાઈ ગઢવી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
