<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

હર્ષ સંઘવી યુવા પેઢી માટે પ્રેરણાષાોત નેતા છે : ઉદય કાનગડ

રાજકોટ : રાજયના યુવા, ઉર્જાવાન તથા કાર્યશઇલ નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઇ સંઘવીના જન્‍મદિવસે શુભેચ્‍છા પાઠવતા ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડે જણાવ્‍યું હતું કે, તેઓ યુવા પેઢી માટે પ્રેરણાષાોત એવા નેતા છે. સંગઠનથી લઇને શાસન સુધીની તેમની યાત્રા નિષ્‍ઠા, શિસ્‍ત અને જનસેવાના મજબૂત સંકલ્‍પથી ભરપૂર રહી છે. રાજય સરકારમાં મહત્‍વપૂર્ણ જવાબદારીઓ સંભાળતા શ્રી સંઘવીએ કાયદો-વ્‍યવસ્‍થા મજબૂત બનાવવા, રાજયની સુરક્ષા વ્‍યવસ્‍થા વધુ સક્ષમ બનાવવા તથા યુવા શકિતને સકારાત્‍મક દિશામાં પ્રોત્‍સાહિત કરવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે. જનહિતના પ્રશ્નોમાં તેમની સંવેદનશીલતા અને પ્રશાસનિક કડકાઇએ તેમને જન માનસમાં વિશ્વસનીય નેતા તરીકે સ્‍થાપિત કર્યા છે. તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયું છે.

(2:37 PM IST)