<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરીટ સ્થળ: 31 ડિસેમ્બર સુધી 8 લાખ પ્રવાસી આવવાની શક્યતા

31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પણ સત્તામંડળ અને હોટેલ, ટેન્ટ સીટીના સંચાલકો દ્વારા તડામાર તૈયારી

નર્મદા જિલ્લાની ગુલાબી ઠંડી વચ્ચે ફરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરીટ સ્થળ. 31 ડિસેમ્બર સુધી 8 લાખ પ્રવાસી આવવાની શક્યતા છે 

ડિસેમ્બર માસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા. ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિદેશથી પણ લોકો SoUની મુલાકાત માટે આવી રહ્યા છે.જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગત રોજ શનિવારે 50 હજાર અને આજે રવિવારે 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે 31 ડિસેમ્બર સુધી 8 લાખ પ્રવાસીઓ આવે તેવી શક્યતાને ધ્યાને રાખી.. તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પણ સત્તામંડળ અને હોટેલ, ટેન્ટ સીટીના સંચાલકો દ્વારા તડામાર તૈયારી કરવમાં આવી છે.

 


 

(11:16 PM IST)