News of Monday, 22nd December 2025
રાજપીપલા વડોદરાને જોડતા પોઇચા પુલ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ડમ્ફરો કેમ પસાર થાય છે...?!!
પોઇચા પુલના બંને છેડે લોખંડની રેલીંગ મારવામાં આવી હતી તે પણ કાઢી નાખી ડંફારો પસાર કરાઇ છે:

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતા અગત્યના એવા પોઇચા રંગસેતુ બ્રિજને થોડા સમય અગાઉ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. બંને તરફના જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને બ્રિજ ઓવરલોડ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થનાર ભારે વાહનોને હવે તિલકવાડા દેવલીયા થઈને લાંબો ફેરો મારવાનો વારો આવ્યો છે જેમાં સમય ઈંધણ અને પૈસા. નો વેડફટ થઈ રહ્યો છે જે પ્રજાના માથે બોઝ સમાન છે
જોકે હાલ રાજપીપળા થી વડોદરા સુધી ફોર લેન રસ્તા નું કામ ચાલુ છે તો આ કામગીરી મા ચાલતા કોન્ટ્રાક્ટરના ડમ્ફર પોઇચા પુલ ઉપર ભારે વાહનોનો પ્રતિબંધ હોવા છતાં બેફામ અવરજવર કરી રહ્યા છે તો શું કોન્ટ્રાક્ટરો માટે પોઇચા પુલ મજબૂત છે અને આમ જનતા માટે નબળો છે ? તંત્રની બેવડી નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, આ બેદરકારી માટે જવાબદાર કોણ તે મોટો સવાલ ઉભો થયો છે
પોઇચા પુલ ઈબંને છેડે લોખંડની રેલીંગ મારવામાં આવી હતી જેથી ભારે વાહનો પસાર ના થઈ શકે ત્યારે બંને તરફ લોખંડની રેલીંગ પણ કાઢી નાખવામાં આવી છે તો શું તંત્ર તરફથી કોન્ટ્રાક્ટરો ને છૂટો દોર આપવામાં આવ્યો છે. ?? ઉપરાંત ત્યાંથી રોડ બનાવવા ચાલતા ભારે વાહનો સિવાય અન્ય વાહનો પણ ૫૦ થી ૧૦૦ રૂપિયા આપી પસાર થવા દેવામાં આવતા હોવાની વાત ઉડી છે તો સવાલ એ છે કે જો પુલ મજબૂત છે તો સામાન્ય જનતાના ભારે વાહનો સરકારી બસો માટે પોઇચા પુલ નબળો છે !? અને કોન્ટ્રાકટર ના વાહનો માટે મજબૂત છે ??? તંત્રની આવી બેવડી નીતિથી સામાન્ય જનતા શાળાના બાળકો તેમજ કાર્ટિંગ નો વ્યવસાય કરતા ટ્રક માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે
તંત્ર પુલનો લોડ ચેક કરે અને જાહેરમાં તેનું માપદંડ નુ બોર્ડ લગાવે તેમજ જો ભારે વાહનો પસાર થાય એમ હોય તો દરેક વાહનોને પસાર થવા દેવાય અને સરકારી બસો પણ ચાલુ કરાય તેવી લોક માંગ ઉઠી છે જો પુલ લોડ ટેસ્ટ માં નબળો જણાય તો ભારે વાહનો માટે સદંતર પોઇચા પુલ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જેથી કોઈ ગોઝારી ઘટના ના બને.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
