તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Friday, 5th December 2025
આગામી 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી રાજ્યભરમાં ઠેક ઠેકાણે માવઠુ થવાની શક્યતા : ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા

અમદાવાદ : ગુજરાતમાં ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠુ થઇ શકે છે. આગામી 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠેક ઠેકાણે માવઠુ થવાની શક્યતા છે. અંબાલાલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દિત્વાહ વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી રહ્યો છે
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
