<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

804 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં સુરતથી વધુ 6 આરોપીઓ ઝડપાયા: લોકોના પચાવી પાડેલા રૂપિયામાંથી 200 ટ્રક ખરીદી

અન્ય 3 આરોપીઓએ 270 થી વધુ ખાતા ખોલ્યા: નાના વહેપારીઓને સાઈબર ફ્રોડના નાણાં ચૂકવતા

સાઈબર ફ્રોડ કેસમાં 804 કરોડના ફ્રોડનો ગુન્હો શોધાયો હતો તે કેસમાં વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગાઉ આ કેસમાં 10 આરોપી ધરપકડ કરી હતી. આજે વધુ 6 આરોપી ઝડપાયા છે. અન્ય 3 આરોપી ભંગારનો વ્યવસાય કરતા હતા.

તપાસમાં નાના વહેપારીઓને સાઈબર ફ્રોડના નાણાં  ચૂકવતા હોવાનું સામે આવ્યું છે. સાઈબર ફ્રોડના નાણાં પહોચાડતા હતા. આ કેસમાં 20 કરોડથી વધુ નાણાંનું ટ્રાન્જેક્શન કર્યું છે. આરોપીઓએ અંદાજીત 200 ટ્રક ખરીદી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. અન્ય 3 આરોપીઓએ 270 થી વધુ ખાતા ખોલ્યા હતા. રાહુલ નામના આરોપી નાણાં ટ્રાન્સફર કરવાનો રોલ હતો. આજે વધુ 6 આરોપીઓ પકડાયા છે. આ 6 આરોપીઓ સુરતથી ઝડપાયા છે.

 

(6:47 PM IST)