તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 27th November 2025
રામપુરા પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનીનું MLA હાર્દિક પટેલે ઉદ્ઘાટન કર્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રામપુરા પ્રાથમિક શાળામાં જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ પ્રેરિત તેમજ બી.આર.સી દેત્રોજ દ્વારા આયોજિત વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનીમાં ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી તથા પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ પ્રાર્થના હોલનું હાર્દિક પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હાર્દિકભાઈએ કહ્યું કે બાળ વિજ્ઞાનિકોએ સ્વચ્છતા અભિયાન અને સૌર ઊર્જાને સંલગ્ન વિષયો ઉપર સુંદર કલાકૃતિઓ રજૂ કરી છે હું દેત્રોજ તાલુકાના બાળ વૈજ્ઞાનિકોને ભવિષ્ય માટે શુભેચ્છાઓ તથા બાળ વિજ્ઞાનિકોને તૈયાર કરતા સૌ શિક્ષકોને પણ અભિનંદન આપું છું. આ પ્રસંગે જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્યો તેમજ તાલુકા ભાજપના આગેવાનો તથા શિક્ષકમિત્રોએ હાજરી આપી હતી.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
