News of Wednesday, 26th November 2025
સુરતમાં હવાની ગુણવતા નબળી :અનેક વિસ્તારોમાં AQI 250ને પાર પહોંચી ગયો
ધુમ્મસિયા વાતાવરણ અને ઊંચા AQIને પગલે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ

સુરતના અનેક વિસ્તારોમાં AQI 250ને પાર પહોંચી ગયો છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધુમ્મસિયા વાતાવરણ અને ઊંચા AQIને પગલે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. વાયુ પ્રદૂષણને પગલે ફેફસાંને નુકસાન થવાનું જોખમ ઊભું છે અને બીજી તરફ શહેરનું AQI જણાવતું અઠવા ગેટ પાસે મુકેલ ડિસ્પ્લે પણ બંધ છે. એટલે કે વધતા વાયુ પ્રદૂષણને અટકાવા માટેના પગલાં તો નથી જ લેવાઈ રહ્યા પણ, લોકો હવાની ગુણવત્તા શું છે તે પણ જાણે તેમનાથી છૂપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
