<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

સુરત :પી.પી. સવાણી યુનિવર્સિટીમાં સામાન્ય બાબતે બે વિદ્યાર્થીઓ જૂથો વચ્ચે મારામારી :ચારથી પાંચને ઇજા

યુનિવર્સિટીમાં બિહાર અને સાઉથના વિદ્યાર્થીઓ વચ્ચે કેમ્પસમાં બેસવા બાબતે સામાન્ય બોલાચાલી બાદમાં ઉગ્ર બની

સુરતના કોસંબા નજીક ધામરોડ સ્થિત પી.પી. સવાણી યુનિવર્સિટી કેમ્પસમાં આજે બપોરે બે વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડો એક સામાન્ય બાબતે શરૂ થયો હતો, જે ઉગ્ર સ્વરૂપ ધારણ થતાં ચારથી પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા.

નેશનલ હાઈવે નં. 48 પર આવેલી યુનિવર્સિટીમાં બિહાર અને સાઉથના વિદ્યાર્થીઓ વચ્ચે કેમ્પસમાં બેસવા બાબતે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી. વાત ઉગ્ર બની જતા બંને પક્ષના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી શરૂ થઈ. મારામારી દરમિયાન અન્ય વિદ્યાર્થીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી.

ચારથી પાંચ વિદ્યાર્થીઓને ઇજા થતાં તેમના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા 

યુનિવર્સિટીના સત્તાધીશો ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો. સાથે જ, કોસંબા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ અને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

 

(12:15 AM IST)