તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 22nd November 2025
ચોંકાવનારો કિસ્સો : મહેસાણાના વિજાપુરમાં ધો-2માં ભણતી બાળકીને અજાણ્યા શખ્સે ઈન્જેક્શન આપ્યું
કોણે અને શેનું ઈન્જેક્શન આપ્યું તે દિશામાં તપાસ તેજ: શાળાની આસપાસના CCTVની તપાસ :અજાણ્યા શખ્શ વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ

મહેસાણાના વિજાપુરમાં ચોંકાવનારી ઘટના ધો-2માં ભણતી બાળકીને અજાણ્યા શખ્સે ઈન્જેક્શન આપ્યું હતું . શાળાની પાછળ લઈ જઈ 8 વર્ષની બાળકીને અજાણ્યા શખ્સે ઈન્જેક્શન આપ્યું હતું . બાળકીએ માતાને જાણ કરતાં વડનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી . બાળકીનું મેડિકલ ચેકઅપ કરાયું, બાળકી હાલ સ્વસ્થ છે. કોણે અને શેનું ઈન્જેક્શન આપ્યું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ શાળાની આસપાસના CCTVની તપાસ કરી રહી છે. અજાણ્યા ઈસમ વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
