News of Thursday, 13th November 2025
રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા મામલે વ્યાજબી ભાવના દુકાનદારોએ કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી
ફેર પ્રાઇસ શોપ ઓનર્સ એસોસિએશનના ચેરમેન પ્રહલાદ મોદીએ કરેલી અરજી પરત ખેચી

અમદાવાદ : રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા મામલે વ્યાજબી ભાવના દુકાનદારોએ કરેલી અરજી કોર્ટે ફગાવી છે. રાજ્ય સરકારની ફરજિયાત શરતને પડકારતી અરજી કોર્ટે ફગાવી છે. નકલી રેશનકાર્ડ અને ભૂતિયા લાભાર્થી સહિતની બાબતો દૂર કરવા માટે રાજ્ય સરકારનો પ્રયાસ હોવાની સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા ને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની પણ સરકારી વકીલની રજૂઆત કરાઈ છે.
નેશનલ ફૂડ સેફટી એક્ટ પર ઉભા કરવામાં આવેલા સવાલો માં દખલ કરવાનું કારણ દેખાતું ન હોવાનો હાઇકોર્ટનો મત. ગુજરાત હાઇકોર્ટના નિર્ણય બાદ જાહેર વિતરણ વ્યવસ્થા અને અનાજ સાચા હકદાર સુધી પહોંચવાના પ્રયાસ માટે નો માર્ગ મોકળો કરશે. ફેર પ્રાઇસ શોપ ઓનર્સ એસોસિએશનના ચેરમેન પ્રહલાદ મોદીએ કરેલી અરજી પરત ખેચી છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
