<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

વિશ્વભરમાં અમૂલનો વાગ્યો ડંકો, વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા બની: કતારના દોહામાં નામની સત્તાવાર જાહેરાત

માથાદીઠ GDP પ્રદર્શનના આધારે અમૂલને મળ્યું વિશ્વમાં પ્રથમ સ્થાન: ઇન્ટરનેશનલ કોઓપરેટીવ મોનીટર દ્વારા વર્લ્ડ કોઓપરેટીવ મોનીટર 2025 દરમિયાન અમૂલને મળ્યું વિશેષ સન્માન.

અમદાવાદ :રાજ્યના પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. સહકાર ક્ષેત્રે “અમૂલ”નો વિશ્વભરમાં ડંકો વાગ્યો છે. વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા તરીકે અમૂલને સન્માન મળ્યું છે , કતારના દોહા ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં અમૂલના નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે . માથાદીઠ GDP પ્રદર્શનના આધારે અમૂલને વિશ્વમાં પ્રથમ સ્થાન મળ્યું છે . ઇન્ટરનેશનલ કોઓપરેટીવ મોનીટર દ્વારા વર્લ્ડ કોઓપરેટીવ મોનીટર 2025 દરમિયાન અમૂલને વિશેષ સન્માન મળ્યું છે .

(10:34 PM IST)