તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Sunday, 2nd November 2025
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દિવ્યાંગ બાળકનો હાથ પકડી પોતાની પાસે બેસાડ્યો : નિખાલસ સંવાદ કર્યો
દિવ્યાંગ બાળકે તેમની સાથે ફોટો પડાવવાની નિખાલસતાપૂર્વક ઈચ્છા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જરા પણ વિલંબ કર્યા વિના તે બાળકને પ્રેમથી પોતાની બાજુમાં બેસાડ્યો

ગાંધીનગર :રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે એકતાનગર ખાતે ભારત પર્વના ઉદ્ઘાટન નિમિત્તે એકતાનગર ખાતે હતા ત્યારે આ પ્રવાસ દરમિયાન એક અણમોલ ક્ષણ સર્જાઈ હતી.
પોતાના પ્રવાસ દરમિયાન, CM જ્યારે ઇ-બસમાં હતા, ત્યારે એક દિવ્યાંગ બાળકે તેમની સાથે ફોટો પડાવવાની નિખાલસતાપૂર્વક ઈચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જરા પણ વિલંબ કર્યા વિના તે બાળકને પ્રેમથી પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું હતું. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પોતે દિવ્યાંગ બાળકનો હાથ પકડીને પોતાની પાસે બેસાડતા વીડિયોમાં દેખાઈ રહ્યાં છે. મુખ્યમંત્રીએ બસમાં પ્રવાસ દરમિયાન બાળકની સાથે હળવો સંવાદ કર્યો અને તેની ખબર-અંતર પૂછ્યા હતા.
મુખ્યમંત્રી અને દિવ્યાંગ બાળક વચ્ચેની આ ક્ષણ સૌ કોઈ માટે અત્યંત હૃદયસ્પર્શી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલે બાળકની ઈચ્છા પૂરી કરીને તેની સાથે ફોટો પણ પડાવ્યો અને તેમની સંવેદનશીલતાનો એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
