<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ડ્રાઈવર કે ગાડીમાં બેઠેલાએ દારૂ પીધો હશે તો ડિવાઈસ એલર્ટ કરશે

વડોદરાના ઈનોવેટરે ડિવાઈસ વિકસાવ્‍યું ડિવાઈસનો ઉપયોગ સરકારી કચેરીઓ, કોર્પોરેટ ઓફિસો અને ઉદ્યોગોમાં પણ થઈ શકે

વડોદરા તા.૨૮: દારૂના નશામાં વાહન હંકારવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે, જેના કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવે છે, ત્‍યારે નશેબાજો પર સકંજો કસવાનો ટેકક્રોલોજી આધારિત ઉકેલ શહેરના ઈનોવેટર શોધી કાઢ્‍યો છે. આ કવચનામનું અદ્યતન ડ્રિક એન્‍ડ ડ્રાઈવ પ્રોટેક્‍શન ડિવાઇસ વિકસાવ્‍યું છે.

આ અંગે મિથિલેશ પટેલે જણાવ્‍યું હતું કે, ૨૦૧૮માં મેં આ ડિવાઈસની આરંભિક આવૃત્તિ વિકસાવી હતી, જે સરકારી કચેરીઓમાં દારૂ પીપેલા લોકોના પ્રવેશને અટકાવતી હતી. હવે આ ડિવાઈસને વધુ અદ્યતન બનાવી કોઈપણ વાહનમાં લગાવી શકાય તેવું સ્‍વરૂપ આપવામાં આવ્‍યું છે.

જો ડ્રાઈવર અથવા સહપ્રવાસીએ દારૂ પીધો હશે તો અને તેનું સ્‍તર નક્કી મર્યાદા કરતાં વધુ હોય, તો સિસ્‍ટમ વાહનનું ઈગ્નીશન કે ફયુઅલ કટ-ઓફ કરે છે અને અધિકૃત વ્‍યક્‍તિને ઈમેઈલ એલર્ટ મોકલે છે. જેમાં આલ્‍કોહોલ લેવલની માહિતી દર્શાવવામાં આવે છે.

જો કોઈ વ્‍યક્‍તિ સિસ્‍ટમને બાયપાસ કરીને વાહન ચલાવે છે અને પછી દારૂ પીવે છે. તો ડિવાઈસ દર ૧૫ સેકન્‍ડે રસ્‍કેન કરે છે. વધુ આલ્‍કોહોલ જણાય તો લાલ રંગની એલર્ટ બાઈટ, અને ઓછી માત્રામાં પીળી ચેતવણી લાઈટ વિન્‍ડશીલ્‍ડ પાસે પ્રગટ થાય છે. જેથી પોલીસ તુરંત ઓળખી શકે છે.

આ ડિવાઈસને હવે ડ્રોન સાથે પણ જોડી શકાય છે. જે દારૂના એશ અથવા ગેરકાયદેશર સ્‍ટોરેજ સ્‍થળોની હવામાંથી સ્‍કેનિગ કરી શકે છે. ડિવાઈસનો ઉપયોગ સરકારી કચેરીઓ, કોર્પોરેટ ઓફિસો અને ઉદ્યોગોમાં પણ થઈ શકે છે, જયાંદારૂ પીધેલા કર્મચારીઓની એન્‍ટ્રી રોકવી જરૂરી હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, મારી ૧૪૦ પેટન્‍ટમાંથી ૧૦૧ પેટન્‍ટ ઓપન સોર્સ જાહેર કરાઈ છે. જેથી વિદ્યાર્થીઓ, સ્‍ટાર્ટઅપ્‍સ અને ઈન્‍ક્‍યુબેશન સેન્‍ટર્સ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના વિકાસમાં યોગદાન આપી શકે.(૩૮.૨૬)

(10:48 AM IST)