<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

દેશવાસીઓ વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવ્યો છે, દેશના લોકોની સમૃદ્ધિ અને ખરીદી શક્તિ વધી છે

સી. આર. પાટીલે કાર્યકરો અને સમર્થકો સાથે શુભેચ્છા મુલાકાત કરી

સુરત : આજે નવા વર્ષની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે  કાર્યકરો અને સમર્થકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભટાર સ્થિત નિવાસ્થાન ખાતે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરી તેમણે કહ્યું કે, દેશના લોકોની સમૃદ્ધિ અને ખરીદી શક્તિ વધી છે. દેશવાસીઓએ વોકલ ફોર લોકલનો (Vocal for Local) મંત્ર અપનાવ્યો છે. લોકોની ખુશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) સિંહફાળો રહ્યો છે. આ સાથે તેમણે સૌ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.

દેશમાં લોકોની સમૃદ્ધિ અને ખરીદીશક્તિ વધી છે, દેશવાસીઓએ 'વોકલ ફોર લોકલ'નો મંત્ર અપનાવ્યો છે
સી આર પાટીલે નવા વર્ષની શુભેચ્છાઓ આપી, તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત
સુરતનાં ભટાર સ્થિત નિવાસ્થાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવા વર્ષનાં ઉપલક્ષે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તા અને સમર્થકો હાજર રહ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે  શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરી પ્રજાજનોને શુભકામના સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં લોકોની સમૃદ્ધિ અને ખરીદીશક્તિ વધી છે. દેશવાસીઓએ 'વોકલ ફોર લોકલ'નો મંત્ર અપનાવ્યો છે. લોકોએ સ્વદેશી ચીજ-વસ્તુઓને અપનાવી, જેના કારણે નાના વેપારીઓને ફાયદો થયો છે.

 

(1:48 PM IST)