તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 26th September 2025
અમદાવાદના સોમનાથ મંદિર ષષ્ટિપૂર્તિ મહાયજ્ઞ

રાજકોટઃ ડો.મેહુલ વિનોદરાય મશ્કારિયા ખુબ જ જાણીતા ઓર્થોપેડિક સર્જન છે અને તેમનાં પત્ની હિના મેહુલ મશ્કારિયા જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે.ડો.મેહુલ વિનોદરાય મશ્કારિયાના સાઈઠ વર્ષ નિમિત્તે તેમણે તેમની ભાવના અનુસાર ‘‘ ષષ્ટિપૂર્તિ મહાયજ્ઞ મહાપૂજા''નું આયોજનઅમદાવાદનાં શાષાીબ્રિજ નજીક ગ્યાસપૂરમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં ડો.મેહુલભાઈ સહીત તેમનાં ૩૫ પુણ્યશાળી સ્વજનો અને મિત્રો (૬૦વર્ષની આસપાસ), પોતાનાં ૮ કુટુંબીજનો તેમજ ૬૦ બ્રાહ્મણો સાથે પોતપોતાનાં આગવા યજ્ઞકુંડમાં પોતપોતાની ષષ્ટિપૂર્તિ પૂજા-ઉગ્રરથ શાંતિયજ્ઞ કર્યો હતો.આ મહાયજ્ઞમાં ભાગ લેવા અમેરિકા અને લંડનથી તેમનાં મિત્રો, સગાવહાલાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મહાયજ્ઞ પ્રિન્સિપાલ ડો.શ્રી યોગેશ્વરશાષાીજી તથા તેમનાં ૬૦ બ્રાહ્મણોની ટીમનાં આયોજન હેઠળ કરવામાં આવ્યો હતો.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
