<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોની કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની મુલાકાત: લોકો સાથે સંવાદ કર્યો

કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને સરકાર ખેડૂતોને વહેલી તકે સહાય પહોંચાડવા માટે પ્રતિબદ્ધ

અમદાવાદ : રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ તારાજી સર્જાઈ હતી, સૌથી વધુ બનાસકાંઠા જિલ્લો અસરગ્રસ્ત થયો હતો, જિલ્લાના અનેક ગામોમાં પાણી ભરાયા હતા દરમિયાન રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના પૂર અને વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. તેમણે થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા ખાનપુર, ભાટવર, કોરેટી અને ભરડવા ગામોની મુલાકાત લઈને સ્થાનિક ખેડૂતો અને લોકો સાથે સંવાદ કર્યો હતો. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને સરકાર ખેડૂતોને વહેલી તકે સહાય પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

(12:42 AM IST)