News of Tuesday, 23rd September 2025
ઈલેક્ટ્રીક વાહનો માટે સબસીડીવાળી પોલિસી ફરી શરુ કરો : બાવકુભાઈ ઊંધાડ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને ઉર્જા સચિવને પત્ર પાઠવીને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીની રજૂઆત

(ભીખુભાઈ વોરા દ્વારા)વડિયા તા.૨૩ : ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને ઉર્જા સચિવને પત્ર પાઠવીને ઈલેક્ટ્રીક વાહનો માટે સબસીડી વાળી પોલિસી ફરી શરુ કરવા રજૂઆત કરી છે.
બાવકુભાઈ ઉંધાડે જણાવ્યું છે કે સમગ્ર વિશ્વ આજે પર્યાવરણના કથળતા સ્તર બાબતે ખુબ જ ચિંતિત છે. વિશ્વના મોટાભાગના દેશો આ બાબતે અવનવા પ્રાયોગો અને યોજનાઓ અમલ માં લાવી પર્યાવરણ ની સ્થિતિ સુધારવા પ્રયત્ન કરી રહ્યા છે. હાલ ટેરીફ અને વિદેશી હૂંડીયામણનો મુદ્દો ખુબ વિશ્વ વેપારમાં અને ભારત માં ચચીંત છે ત્યારે વિશ્વમાં સૌથી વધુ ઈલેક્ટ્રીક વાહનોનુ વેચાણ કરી ચીન પર્યાવરણ જાળવણી માં પ્રથમ ક્રમે છે ત્યાં 40% વધુ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. તે માટે ત્યાંની સરકારની નીતિઓ જવાબદાર છે. ભારત અને ગુજરાત આ બાબતે ખુબ જ પાછળ છે ત્યારે ગુજરાત સરકાર શરૂઆતમાં ઈલેક્ટ્રીક વાહનોની વધુ ખરીદી થાય તે માટે સબસીડી આપતી હતી. આ સબસીડી ની યોજના 30/06/2025થી બંધ કરવામાં આવી છે.
હાલ ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ઇલેટ્રીક વાહનો ના વપરાશમાં 16 માં ક્રમે છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ દેશને પ્રદુષિત કરી પર્યાવરણ બગાડે છે અને વિદેશી હૂંડીયામણ અને ટેરીફની ચિંતા કરાવે છે ત્યારે ચીનના રસ્તે ચાલી ફરી દેશ ઈલેક્ટ્રીક વાહનોના વેચાણ માટે આગળ આવે તેવા હેતુ થી ઈલેક્ટ્રીક વાહનો પાછળ આપવામાં આવતી સબસીડી યોજના જે 30/06/2025થી બંધ કરવામાં આવેલી છે તે ફરી ટુ વ્હીલ, ફોરવ્હીલ અને ઇલેટ્રીક ટ્રેક્ટર માં શરુ કરવામાં આવે અને દેશ અને રાજ્ય પર્યાવરણ જાણવણીમાં આગળ આવે તેવી યોજના લાવવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પાત્ર લખી માંગણી કરી છે.
આ પત્ર માં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડે સમગ્ર વિશ્વ અને દેશમાં ટોપ રાજ્યો અને દેશના ઈલેક્ટ્રીક વાહનોના વેચાણના આંકડા આપી અને આધાર પુરાવા સાથે
રજૂઆત કરી છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
