News of Monday, 15th September 2025
વડોદરામા વકીલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ: મહિલાને ઘરે બોલાવીને ફોસલાવી પટાવીને બળાત્કાર ગુજાર્યો
વકીલ દ્વારા મહિલાના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરવામાં આવતી હોવાનુ પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો

વડોદરાના આર. વી. દેસાઈ રોડ પર રહેતા વકીલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. કેસ સંદર્ભે મહિલાને અવારનવાર વકિલ મળતા હતા. વકીલે મહિલાને ઘરે બોલાવીને ફોસલાવી પટાવીને દુષ્કર્મ આચર્યું હતું. વકીલ દ્વારા મહિલાના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરવામાં આવતી હોવાનુ પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. વકીલની સતત પજવણી અને માંગણીથી કંટાળી પીડિત મહિલાએ વડોદરા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા, પોલીસે વકીલ અને તેમના પત્નીની ધરપકડ કરી છે. આરોપી વકીલ સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ, મારામારી અને છેડતીના ગુના નોંધાયેલા છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
