તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Sunday, 14th September 2025
બનાસકાંઠાના 4 તાલુકામાં દર વર્ષે સર્જાતી પૂરની સ્થિતિનો કાયમી ધોરણે ઉકેલ લાવવા રાજ્ય સરકાર એક્શન મોડમાં
વાવ, થરાદ, સુઈગામ અને ભાભરમાં પૂરની સમસ્યાનો અંત લાવવા રાજ્ય સરકારે સિંચાઇ વિભાગને સરવે કરવા આદેશ આપ્યો

બનાસકાંઠાના 4 તાલુકામાં દર વર્ષે સર્જાતી પૂરની સ્થિતિનો કાયમી અંત લાવવા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, બનાસકાંઠાના વાવ, થરાદ, સુઈગામ અને ભાભરમાં પૂરની સમસ્યાનો અંત લાવવા રાજ્ય સરકારે સિંચાઇ વિભાગને સરવે કરવા આદેશ આપ્યો છે. સરવે રિપોર્ટ બાદ રાજ્ય સરકાર મહત્વનો પ્રોજેક્ટ હેઠળ કામ કરશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ દાવો કર્યો છે કે સરહદી વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા અંગે સરકાર ચિંતિત છે અને સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર કામ કરી રહી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
