<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

2018 ના પાટીદાર અનામત આંદોલન સમયના ગુનામાં હાર્દિક પટેલ સામે અમદાવાદની કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યુ

આંદોલનકારીઓએ કેટલાક વિરોધ પ્રદર્શનો કર્યા હતા જેના ભાગરૂપે હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ, આશિષ પટેલ અને અન્ય ઘણા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો

અમદાવાદ તા.૧0: ગુજરાતના રાજકારણમાં એક સમયે સક્રિય પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદની એક કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું છે. આ કાર્યવાહી વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન (PAAS) દરમિયાન નોંધાયેલા એક ગુના સાથે સંબંધિત છે, જેમાં હાર્દિક પટેલ સહિત અન્ય કાર્યકરો સામે ગુનો દાખલ થયો હતો.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના વર્ષ 2018ની છે, જ્યારે પાટીદાર આંદોલન તેના પૂરજોશમાં હતું. તે સમયે આંદોલનકારીઓએ કેટલાક વિરોધ પ્રદર્શનો કર્યા હતા, જેના ભાગરૂપે હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ, આશિષ પટેલ અને અન્ય ઘણા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવા અને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા માટે નોંધાયો હતો. ત્યારથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેની સુનાવણીઓ નિયમિત રીતે થઈ રહી છે

(4:59 PM IST)