<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

બનાસકાંઠાના સુઈગામમાં આકાશી આફતથી 300 થી વધુ પશુઓના મોત

વાવ, થરાદ, સુઈગામ અને ભાભર પંથકમાં એક લાખ 98 હજાર હેક્ટરમાં કરેલો વાવેતર મોટાભાગે પાણીમાં ડૂબી ગયો

બનાસકાંઠાના સુઈગામમાં આકાશી આફતથી 300 થી વધુ પશુઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. વાવ, થરાદ, સુઈગામ અને ભાભર પંથકમાં એક લાખ 98 હજાર હેક્ટરમાં કરેલો વાવેતર મોટાભાગે પાણીમાં ડૂબી જવા પામ્યું છે. વરસાદી પાણીથી અનેક પશુઓ તણાયા છે. એકલા સુઈગામમાં 300 પશુઓના મોત થયા છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને મહેનત મજૂરીથી વાવેતર કરેલો પાક પાણીમાં નષ્ટ થયો છે. સરહદ વિસ્તારમાં પાકને મોટા પાયે નુકસાન અને પશુઓની મોટાપાયે ખુવારી થઈ છે. કુદરતનો કહેર પરંતુ સરકાર પાસે રાહત અને મદદની અપેક્ષા છે. હજુ પાણી ઓસર્યા બાદ સુઈ ગામની સ્થિતિ સ્પષ્ટ અને ભયાનક થશે. અનેક પશુઓના મોત પામવાથી અને અનેક મકાનો અનેક ખેતરો અનેક દુકાનો અને ધંધા રોજગાર પર પડેલી કુદરતી આફતે સુઈગામને બરબાદ કર્યું.

સુઈગામ, ભાભર, વાવ અને થરાદમાં પશુઓના મોત થયા હોવાનું પશુ પાલન વિભાગે સ્વીકાર્યું છે. 300 લોકોની ટીમ પશુઓના સર્વે અને સારવાર માટે લાગી છે. પાણી ઓસરે અને સ્થિતિ સામાન્ય થશે ત્યારે પશુ મોતની વધુ ખબર પડશે.  ખેતીવાડી વિભાગે કહ્યું સુઈ ગામમાં વાવમાં થરાદમાં પાકને મોટાભાગે નુકસાન. સરકારના આદેશ બાદ અને પાણીઓસર્યા બાદ પાક નુકસાની નો સર્વે થશે

(12:26 AM IST)