તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 9th September 2025
ભારે વરસાદના કારણે હિંમતનગર-ધનસુરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર
હડિયોલ નજીકના વિસ્તારમાં હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી: અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા ટ્રાફિક જામ અને રવાડા જેવી સ્થિતિ સર્જાઈ

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે હિંમતનગર-ધનસુરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને હડિયોલ નજીકના વિસ્તારમાં હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને તીવ્ર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા 24 કલાકથી આ માર્ગ પર સતત પાણી ભરેલા હોવાને કારણે રસ્તો પસાર કરવો જોખમભર્યો બની ગયો છે. યોગ્ય નિકાલ વ્યવસ્થા ના હોઈ વરસાદી પાણીનો વ્હાળો ન થવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા ટ્રાફિક જામ અને રવાડા જેવી સ્થિતિ સર્જાઈ છે, જે સ્થાનિકો અને મુસાફરો માટે ચિંતાજનક બની છે.
(1:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
