News of Monday, 8th September 2025
સ્વ. વિજયભાઇ અને વિમાન દુર્ઘટનાના બધા મૃતકોને વિધાનસભામાં શ્રધ્ધાંજલી
અંજલીબેન સહિત રૂપાણી પરિવાર વિધાનસભામાં હાજર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૮ :.. આજે પ્રશ્નોતરી કાળ પૂર્ણ થયા બાદ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દિવંગતોને પ્રથમ શ્રધ્ધાંજલી આપી હતી. ત્યારબાદ તુષાર ચૌધરી, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા, શૈલેષ પરમાર, બળવતસિંહ રાજપૂત વગેરે સભ્યોએ શ્રધ્ધાંજલી આપી હતી. વિજયભાઇ રૂપાણી સહિતના દિવંગતોને શ્રધ્ધાંજલી અપાયેલ હતી.
આ ઉપરાંત વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ તમામને શ્રધ્ધાંજલી આપી હતી. અંતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીએ પણ પોતાની શ્રધ્ધાંજલી આપી હતી. અને બે મિનીટ મૌન પાળવામાં આવ્યુ હતી.
આજે શ્રીમતી અંજલીબેન રૂપાણી સહિત તેમના પરિવારજનો ગૃહમાં ઉપસ્થિત હતાં.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
