<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

નર્મદા : તું કેમ મારી સાથે ઝગડો કરે છે કહી માર મારી ધમકી આપતા માતા, પુત્ર સામે નોંધાઈ ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામે નજીવી બાબતે માર મારી ધમકી આપનાર માતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

      મળતી માહિતી અનુસાર નારસીંગભાઇ સંપતભાઇ વસાવા (રહે.પાંચપીપરી ઓરપા ફળીયું તા.સાગબારા જીલ્લો નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ તેઓ ગામમાંથી પોતાના ઘર તરફ જતા હતા તે વખતે રસ્તામાં સામે ગામના રીતેશભાઇ ગોવિંદભાઈ વસાવા મળેલ અને કહેવા લાગેલ કે, તારી આ દાદાગીરી અમારા કંપાઉન્ડમાં ના ચાલે તેમ કહી મા-બેન સમાણી ગાળો બોલવા લાગેલ જેથી નરસિંગભાઈ જણાવેલ કે ભાઈ તું કેમ મારી સાથે ઝગડો કરે છે તેમ કહેતા રિતેશભાઈ એ કહ્યું કે તે મારી સાથે ત્રણ-ચાર મહીના પહેલા પણ ઝગડો કરેલ હતો તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઈ ઢીક્કા પાટુનો માર મારવા લાગેલ અને રિતેશભાઈએ તેમને આગળથી પકડી રાખેલ તે વખતે રિતેશભાઈના મમ્મી પાયલીબેન ગોવિંદભાઈ વસાવા નાઓ ત્યાં આવી નજીકમાં આવેલ વાડમાંથી કપાસનુ સુકુ કરાઠુ લાવી કરાઠા વડે પીઠના પાછળના ભાગે મારતા કરાઠુ ભાંગી જતા વાડમાંથી વાંસની પાતળી લાકડી લાવી લાકડી વડે માથાના પાછળના ભાગે મારી દેતા માથાના પાછળના ભાગે ચામડી ફાટી લોહી નીકળી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એક બીજાની મદદગારી કરતા સાગબારા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:30 PM IST)