<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

સાબરકાંઠામાં સાંબેલાધાર વરસાદ: હિંમતનગરમાં દુકાનોમાં પાણી ઘુસતા વેપારીઓને મોટું નુકસાન

શહેરના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા :હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસ્યા

હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હિંમતનગર પાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસ્યા છે. ત્યારે દુકાનોમાં વરસાદી પાણી ભરાતા પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાના રોડ પણ પાણી પાણી થઈ ગયા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ખેડૂતોએ મહામહેનતો વાવેલો પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

તલોદના આંત્રોલી નજીક પસાર થતી મેશ્વો નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે રામપુરથી આંત્રોલીનો વાહન વ્યવ્હાર બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મેશ્વો નદી બે કાંઠે વહી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી મેશ્વો નદીમાં પાણી પ્રવાહ વધતો જોવા મળ્યો છે. પાણીના વહેતા પ્રવાહ વરચે વાહનચાલકો અટવાયા છે.

ત્યારે મેશ્વો નદી પર નવો પુલ બનાવવાની ગ્રામજનોએ માગ કરી છે. ખેડૂતો પણ ખેતરમાં ન જઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગામની બીજી તરફ ખેતરો આવેલા છે. ત્યારે વચ્ચેના ડીપ ઉપર પાણી ફરી વળતા સામે જવું મુશ્કેલ બન્યું છે. 

(11:55 PM IST)