News of Friday, 22nd August 2025
આણંદના બાકરોલમાં પૂર્વ કાઉન્સિલર હત્યાના કેસમાં હત્યાના આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લાવીને રિકન્ટ્રક્શન કરાવ્યું
ઘટના સ્થળની આસપાસથી ફોરેન્સિક ટીમને સાથે રાખી પુરાવા પણ એકત્રિત કર્યા: આરોપીને ઘટના સ્થળે લાવતા લોકોના ટોળા ઉમટ્યા

આણંદના બાકરોલમાં પૂર્વ કાઉન્સિલર હત્યાના કેસમાં હત્યાના આરોપીઓને પોલીસ ઘટના સ્થળે લાવીને રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આરોપીના રિકન્ટ્રક્શન દરમિયાન પોલીસે ફોરેન્સિક ટીમને સાથે રાખીને પુરાવા પણ એકત્રિત કર્યા હતા.
મળતી માહિતી મુજબ, આણંદના બાકરોલમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાના કેસમાં પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લાવી હતી. સમગ્ર હત્યાકાંડનું પોલીસે આરોપીને સાથે રાખી રિકન્ટ્રક્શન કર્યું હતું. ઘટના સ્થળની આસપાસથી ફોરેન્સિક ટીમને સાથે રાખી પુરાવા પણ એકત્રિત કર્યા હતા. હત્યાના આરોપીને ઘટના સ્થળે લાવતા લોકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસે હત્યા સ્થળ સહિત હત્યા કર્યા પછીની આરોપીઓની એક્ટિવિટીની પણ નોંધ લીધી હતી.
આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની વહેલી સવારે બાકરોલમાં થયેલી નિર્મમ હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઇકબાલ મલેક પોતાના નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. બાકરોલ તળાવના વોક-વે પર તેઓ ચાલી રહ્યા હતા ત્યારે અચાનક કેટલાક અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. હુમલાખોરો સાથે તેમનો કોઈ બાબતે ઝઘડો થયો હતો, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો.ઝઘડા દરમિયાન હુમલાખોરોએ અચાનક તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો. પેટના ભાગે ગંભીર અને ઊંડા ઘા વાગવાથી ઇકબાલ મલેક ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. હુમલા બાદ હુમલાખોરો તાત્કાલિક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
