News of Tuesday, 19th August 2025
હીરામણિ શાળા સંકુલમાં પારૂલબેન પટેલના હસ્તે ધ્વજવંદન

રાજકોટ : અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણિ સ્કૂલ કેમ્પસમાં તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારૂલ યુનિવર્સિટીનાં ઉપપ્રમુખ શ્રીમતી પારૂલબેન પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
મુખ્યમહેમાન શ્રીમતી પારુલબહેન પટેલે જણાવ્યું હતું કે આપણે અહિંસા, પ્રેમ, કરુણા અને ભાઈચારાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ કરી દુનિયામાં ભારતનું નામ સર્વોચ્ચ શિખરે સ્થાપિત કરીએ, ત્યારે આઝાદીનું ઉજ્જવલ સ્વપ્ન પૂર્ણ થશે. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ સભ્ય શ્રી નરહરી અમીન તથા ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વરૂણ અમીન, ટ્રેઝરર શ્રી વિજુલ અમીન, સેક્રેટરી શ્રી રમેશભાઈ સી પટેલ, જોઇન્ટ સેક્રેટરી શ્રી પંકજભાઈ દેસાઇ, સી.ઇ.ઓ. શ્રી ભગવતભાઇ અમીન વગેરે વડીલો અને શાળાનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
