તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Sunday, 17th August 2025
અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા ખરીદવા બાબતે બબાલ :ગર્ભવતી મહિલાને ઈજા પહોંચી
ગ્રાહક પ્રતિમા ખરીદી રહ્યો હતો અને અચાનક પ્રતિમા ખંડિત થતા બંને પક્ષો વચ્ચે તીખી બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા જ એક અપ્રિય ઘટના બની છે. ગણેશજીની પ્રતિમા ખરીદવા બાબતે ગ્રાહક અને વિક્રેતા વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક ગર્ભવતી મહિલાને ઈજા પહોંચી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ગ્રાહક પ્રતિમા ખરીદી રહ્યો હતો અને અચાનક પ્રતિમા ખંડિત થઈ ગઈ, જેના કારણે બંને પક્ષો વચ્ચે તીખી બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
આ મારામારી દરમિયાન, ગ્રાહક પક્ષની એક ગર્ભવતી મહિલાને ઈજા થઈ હતી. પરિણામે, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને તેઓ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહ્યા છે. .
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
